18 મી મેં સુધી મીની લોકડાઉન લંબાવવામાં આવ્યું

મીની લોકડાઉનનો અમલ પુનઃ એકવાર લંબાવવા માં આવતા વેપારીઓમાં નારાજગી જોવા મળી રહી છે. વેપારીઓ બપોર બાદ સંપૂર્ણ લોકડાઉનની માંગ કરી રહ્યા છે.રાજ્ય સરકાર દ્વારા કોરોના ના વધતા જતા સંક્રમણને નાથવા માટે નાઈટ કરફ્યુ અને તે બાદ વધુ નિયંત્રણો સાથે મીની લોકડાઉન લગાડવામાં આવેલ છે.જેની મુદ્દત 12 મી મેં ના રોજ પૂર્ણ થતાં પુનઃ એકવાર તેમાં વધારો કરી 18 મી મેં સુધી મીની લોકડાઉન લંબાવવામાં આવ્યું છે.જેના પગલે અનેક ધંધા રોજગારને અસર થઈ રહી છે.સૌથી કફોડી હાલત ભાડે દુકાન રાખી ધધો કરતા વેપારીઓની થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *