પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ વાગરા પોલીસના કર્મચારીઓ ઈદના પર્વ નિમિત્તે મુલેર ચોકડી ખાતે વાહન ચેકીંગમાં હતા તે દરમિયાન એક શંકાસ્પદ મહિન્દ્રા બોલેરો પિક અપ ગાડી જેનો રજીસ્ટ્રેશન નંબર જીજે, ૧૬, એ.યુ, ૧૨૯૧ જેને રોકી તપાસ કરતા તેમાંથી અખાદ્ય ગોળના ૧૦૦ ડબ્બા મળી આવ્યા હતા જે દરેક ડબ્બામાં ૨૦ કિ.ગ્રા લેખે કુલ ૨૦૦૦ કિ.ગ્રા અખાદ્ય ગોળનો જથ્થો પોલીસે ઝડપી લીધો હતો.વાગરા પોલીસે કુલ ૨૦,૦૦૦ રૂપિયાનો અખાદ્ય ગોળ તેમજ મહિન્દ્રા બોલેરો પિક અપ મળી કુલ ૩, ૨૦,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી દિલીપ ગોપાલ વસાવા તેમજ સંજય ઠાકોર વસાવા બંને રહે ચકલાદ તાલુકા આમોદનાઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.