મહેસાણના 21 મિત્રોએ ભેગા મળીને પ્રાણવાયુ નામનું ગ્રુપ બનાવ્યું

રાજ્યમાં કોરોનાએ જ્યારે કાળો કહેર વર્તાવ્યો છે ત્યારે મહેસાણના 21 મિત્રોએ ભેગા મળીને પ્રાણવાયુ નામનું ગ્રુપ બનાવ્યું છે. આ ગ્રુપે 130 ઓક્સિમીટર રૂ.4.5 લાખના ખર્ચે વસાવી અને દર્દીઓને કોરોના પોઝિટિવ સર્ટી અને આધાર કાર્ડ પર વિનામૂલ્યે વાપરવા માટે આપવાનું શરૂ કર્યું છે. આ પ્રાણવાયુ ગ્રુપે 800થી વધુ ફ્લો મીટર વસાવી લોકોની સેવા કરવાનું ચાલુ રાખ્યું છે. તેમના યુવા ગ્રુપમાં એક મિત્રના મધરનું કોરોનાની સમયસર સારવાર ન મળતા નિધન થયું હતું. જેથી ગ્રુપના તમામ મિત્રોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી હતી. મિત્રના મધરના નિધન પાછળનું મુખ્ય કારણ એ હતું કે તેમને ઓક્સિમીટર સમયસર મળ્યું ન હતું. મહેસાણાના યુવાનોના સેવાધર્મને લઈને જિલ્લાવાસીઓ આભાર વ્યક્ત કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *