ભાવનગર જિલ્લામાં સંભવિત રીતે ત્રાટકનારા તૌકેત વાવાઝોડાને લઇને તંત્ર સજાગ થયું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ પણ જાહેર કરી દેવાયું છે. ભાવનગર જિલ્લામાં કોળિયાક,કુડા, સરતાનપર અને ઘોઘા બોર્ડર ઉપર પણ તંત્રએ તમામ પ્રકારની તૈયારીઓ આદરી છે. વાવાઝોડું આવે તેવી કોઈ સંભાવના નથી પરંતુ તંત્રએ હવામાન વિભાગની ચેતવણીને ધ્યાને લઇને તૈયારીઓ શરૂ કર્યું છે.
