મહાનગરોમાં વધી રહેલો ટ્રાફિક એ સામાન્ય સમસ્યા છે. અમદાવાદમાં હવે કાર ખરીદવાના શોખીન લોકોએ સૌપ્રથમ પાર્કિંગ માટે ખાસ પુરાવા રજૂ કરવા પડશે. શહેરમાં વધતી જતી પાર્કિંગ સમસ્યાને ધ્યાને રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવી પાર્કિંગ પોલીસી જાહેર કરવામાં આવી છે. હવે શહેરીજનોએ વાહન ખરીદવામાં મુશ્કેલી સર્જાશે.
અમદાવાદીઓ લોકોને પાર્કિંગ માટે મોટી સમસ્યા થઈ રહી છે. હવે જાહેર પાર્કિગ પર લગામ લગાવવા માટે નિર્ણય લીધો છે. જેની બુધવારે જાહેરાત કરવામાં આવી હતી. હવે અમદાવાદમાં એકથી વધારે ગાડી ખરીદનારા વ્યક્તિની સમસ્યામાં વધારો થશે. જેના અંતર્ગત જનરલ પાર્કિંગ માટે માસિક અને વાર્ષીક પરમીટ આપવામાં આવશે.
રાજ્ય સરકારોએ 2017માં નવા નિયમો ઘડવાનો ઇરાદો જાહેર કર્યો હતો. જે નવા વાહન માલિકોને પાર્કિંગ ઉપલબ્ધ હોવાનાં પુરાવા આપવા ફરજિયાત બનાવાશે. AMC પાર્કિંગની જગ્યાના પુરાવાની માંગ માટે નિયમો અને માર્ગદર્શિકા તૈયાર કરશે.