રાજકોટનું નામ રોશન કરનાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટર રાજકોટના રવિન્દ્ર સિંહ જાડેજા તેમજ તેમના પત્ની રિવાબાએ રાજકોટ ખાતે કોરોના સુરક્ષા પ્રદાન કરતી રસી મુકાવી હતી. તેમણે રાજકોટ મહાનગર પાલિકા વતી રાજકોટની જનતાની પણ રસીકરણનો લાભ લેવા માટે અપીલ કરી હતી.
જાડેજા દંપતીને રસીકરણ કરવામાં આવ્યું ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની વેસ્ટ ઝોન ઓફિસમાં આરોગ્ય અધિકારી રાઠોડ પણ ત્યાં ઉપસ્થિત રહ્યાં હતાં.