અમેરિકામાં લાંબા સમયથી કોરોના સામેના જંગમાં આ એક ‘મહાન’ દિવસ છે, આ શબ્દો છે અમેરિકા પ્રમુખ જો બાઈડન. કોરોના સામેના જંગમાં પ્રમુખ બાઈડને દેશમાં હવે જેઓએ કોરોનાની વેકસીનેશન પુરુ કર્યુ છે. તેઓને હવે જાહેર સ્થળોએ ભીડમાં કે પછી અન્યત્ર કોઈ સ્થળે માસ્ક પહેરવાની જરૂર રહેશે નહી.
જેઓએ વેકસીનના ડોઝ લઈ લીધા છે તેઓને હવે માસ્ક પહેરવાની જરૂર નથી. અમેરિકામાં કોરોના સંક્રમણના કેસ ઘટી રહ્યા છે. અમેરિકાના સેન્ટર ફોર ડીસીસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્સન દ્વારા કોરોના ગાઈડલાઈનમાં બદલાવ કરવામાં આવ્યો છે.
સામાન્ય વ્યક્તિ પણ જેણે વેકસીન લીધી છે તે સુરક્ષિત છે તેથી તેને માસ્ક માટે મુક્તિ આપવામાં આવી છે તેઓને હવે કોરોના થવાની શકયતા ઓછી છે. ઉપરાંત તે અન્યને સંક્રમીત પણ કરી શકતો નથી. જેઓએ વેકસીન લઈ લીધી છે તેઓ બસ, ટ્રેન કે વિમાન અથવા જાહેર ટ્રાન્સપોર્ટના સ્થળો પર માસ્ક પહેરે તે જરૂરી છે. અમેરિકાએ હવે 12થી15 વર્ષના ટીનએજર્સને પણ વેકસીન આપવાનું આ સપ્તાહથી શરૂ કર્યુ છે. અમેરિકાએ તા.4 જુલાઈ સુધીમાં વયસ્ક વ્યક્તિના 70% ને વેકસીનનો એક ડોઝ આપવાનો રાખ્યો છે.