દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે કેસોને નિયંત્રણમાં લાવવા માટે સરકાર દ્રારા અલગ-અલગ પ્રયત્નો કરતી જોવા મળી રહી છે. સરકાર દ્વારા સમગ્ દેશમાં રસીકરણ અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે. જેમાં વધતી સમસ્યાઓ વચ્ચે દેશમાં વેક્સિનની અછત સર્જાઈ રહી છે. દિલ્હી, મહારાષ્ટ્ર, કર્ણાટક સહિત અનેક રાજ્યમાં વેક્સિન અછત હોવાથી વેક્સિનેશનને રોકવા પર મજબૂર થયા છે. આ મહાસંકટ વચ્ચે સૌથી વધારે મુશ્કેલી સામાન્ય મધ્યમ લોકોને થઈ રહી છે.
વેક્સિનેશનને લઈને રાજધાની દિલ્હીમાં કોવેક્સિનની સપ્લાઈ ના થવાના કારણે અનેક સેન્ટર્સ પર તાળા મારી દેવામાં આવ્યા છે. દિલ્હી સરકાર અનુસાર, લગભગ 100 સેન્ટર્સ પર રસી આપવામાં આવશે નહીં.
દિલ્હી ઉપરાંત મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં પણ સ્થિતિ આવી જ જોવા મળી રહી હતી. મહારાષ્ટ્ર અને કર્ણાટકે હવે વેક્સિનની અછત હોવાથી 18+વાળાઓ માટે રસીકરણ રોકી દીધું છે, તેવી જ રીતે કર્ણાટકમાં પણ આ સ્થિતિ જોવા મળે છે.