અમેરિકામાં કોરોનાના કેસો ઘટી રહ્યા છે પણ હવે ત્રીજી લહેર એટલે કે એપ્રિલની શરૂઆતમાં અમેરિકી બાળકોમાં કોરોનાના સંક્રમણના કેસો વધારે જોવા મળ્યા છે. શું હવે બાળકો માટે કોરોના ગંભીર સંકટ બની ગયો છે? સેન્ટ્રલ ફોર ડીસીઝ એન્ડ પ્રિવેન્શન અનુસાર એપ્રિલની શરૂઆતમાં નાના બાળકોથી લઈને 12 વર્ષથી વયના બાળકોમાં કોરોનાના કેસ 65 કે તેથી ઉપરની વયનાની તુલનામાં વધી ગયા. કોરોના વેરીએન્ટ યુવાઓને નવી-નવી રીતે અસર કરે છે.
બોસ્ટન ચિલ્ડ્રન્સ હોસ્પીટલની ક્રિટીકલ કેર ડોકટર એડ્રીન રેડોલ્ફ કહે છે, સૌથી મોટી સમસ્યા એ છે કે બાળકો માટે કોઈ સુરક્ષા કવચ નથી. ફેબ્રુઆરીમાં જ બાળકોમાં મલ્ટી સીસ્ટમ ઈન્ફલેમેટ્રી સિડઓમના બે હજારથી વધુ કેસ જોવામાં આવ્યા છે, જે એપ્રિલમાં વધીને ત્રણ હજારને પાર કરી ગયા હતા. બાળકોમાં આ બીમારી મોટેભાગે કોરોનાથી સાજા થયાના એક મહિના બાદ જોવા મળી રહી છે. તે ઘાતક બની શકે છે. તે શરીરના અનેક ભાગોમાં સોજો પેદા કરી શકે છે પછી તે હૃદય, મગજ, ફેફસા કે આંતરડા વગેરેમાં. આ બીમારી મોટેભાગે 1થી14 વર્ષના બાળકોમાં જોવા મળે છે.
જો કે અમેરિકામાં હજુ મોટાભાગના કોરોના કેસ બ્રિટીશ વેરીએન્ટ બી.1.1.7 ના જ છે. 65 વર્ષથી વધુ વયના 72 ટકા વસ્તીનું પૂરેપુરુ રસીકરણ થઈ ચૂકયુ છે. ફાઈઝરની વેકસીન પણ 12થી15 ની વર્ષની વયના કિશોરો પર જ ઉપયોગ થઈ શકે છે. ભારતમાં હાલ બીજી લહેર ચાલી રહી છે અને સપ્ટેમ્બર ઓકટોબરમાં બીજી લહેરની આગાહી થઈ રહી છે જે બાળકોને ઝપટમાં લે તેવી સંભાવના છે ત્યારે હાલ અમેરિકામાં એ લહેરની શરુઆત થઈ ગઈ છે જેમાં બાળકો કોરોનાની ઝપટમાં આવી રહ્યા છે ત્યારે આ મામલે ભારતે પાણી પહેલા પાળ બાંધી લેવી જરૂરી છે.