ગુજરાતના કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. તેને નિયંત્રણ લાવવાં માટે સરકાર દ્વારા પગલાં ભરવામાં આવી રહ્યા છે પરંતુ તેમ છતાં ઘટાડો થઈ રહ્યો નથી. ગુજરાતમાં કોરોનાની ચેન તોડવા માટે કેન્દ્રના આદેશ અન્વયે મીની લોકડાઉન-2 લંબાવવામાં આવે તેવી શક્યતા છે. આ અંગે આજે કોર કમિટીની એક બેઠક મળવા જઇ રહી છે જેમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે. હજુ સુધી દુકાનો બજારો વગેરે બંધ રાખવા જરૂરી હોય તેવું સરકારનું પ્રાથમિક તારણ છે. તેમજ રાજ્યમાં કોરોના સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે વધારે કડક બનાવવામાં આવે તેવી શક્યતા છે.
“મુખ્યમંત્રી રૂપાણી આજે જૂનાગઢની મુલાકાતે લીધી છે. ગાંધીનગર ખાતે કોર કમિટીની બેઠક મળશે. આવતીકાલે કર્ફયૂની મુદત પૂર્ણ થાય છે કર્ફયૂ અંગે આજે સાંજે નિર્ણય થઇ જશે. 29 શહેરોમાં કર્ફયૂની મર્યાદા અંગે લેવાશે નિર્ણય લેવાશે.” હાલ રાજ્યમાં રાત્રિના સવારે 8 થી સવારે છ સુધી કર્ફ્યુનો અમલી છે. આજે સાંજે મળનારી કોર કમિટીની મિટિંગમાં વર્તમાનમાં રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ અંગે મહત્વના નિર્ણયો લેવામાં આવી શકે છે. આ બાબતે કેન્દ્ર સરકારેને સુપ્રીમ કોર્ટ અને ટાસ્કફોર્સ એ પંદર દિવસના લોકડાઉનની ભલામણ કરી છે.
રાજ્યમાં કોરોનાના વધી રહેલા કેસ અને મોતના આંકડા થી રાજ્ય સરકારે ગત 28મીએ રાજ્યના 29 શહેરોમાં મીનીલોકડાઉન લાગુ કર્યું હતું. જે અંતર્ગત દુકાનો, બજારો, મોલ અને ખાનગી તથા સરકારી કચેરીઓમાં 50% ની હાજરીનો નિયમ અમલમાં મૂક્યો હતો. તેમજ હોટલ અને રેસ્ટોરન્ટમાં માત્ર પાર્સલ સુવિધા જ ચાલુ રહી છે. આ મીની લોકડાઉનમાં કોરોના પર કાબુ મળ્યો નથી. જેના કારણે સરકારને તેને લંબાવવાની ફરજ પડી રહી છે. રાજ્ય સરકાર આ તમામ નિયંત્રણ હજુ પણ લંબાવે તેવી શક્યતા છે.