દેશભરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં દર્દીઓને ઓક્સિજનની જરૂર પણ વધુ પડે છે. પરંતુ હવે અનેક હોસ્પિટલમાં ઓક્સિજનની અછત સર્જાઈ છે. ત્યારે સોલા સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવે હવે દર્દીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. સોલા સિવિલ હોસ્પિટલના મુખ્ય ગેટની બહાર જ હવે લોક મારી દેવામાં આવ્યું છે. સોલા સિવિલના RMO ડૉ. પ્રદીપે જણાવ્યું હતું કે, જ્યાં સુધી ઓક્સિજન પૂરતાં પ્રમાણમાં મળશે પછી જ નવા દર્દીઓને દાખલ કરવામાં આવશે. હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત સર્જાતા કેટલાક દર્દીઓ ધરે રહી સારવાર લઈ રહ્યાં છે. ઘરે દર્દીની તબિયત બગડતાં હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે છે. પરંતુ સોલા સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની અછતના કારણે કોઈ પણ દર્દીને દાખલ કરવામાં આવી રહ્યા નથી.હોસ્પિટલના મુખ્ય દરવાજા પર લોક મારી દેવાયું છે.