આખો દેશ કોરોનાની બીજી લહેર સામે સતત લડી રહ્યો છે. રોજ 3 લાખથી વધારે નવા કેસ આવી રહ્યા છે. આવા સંજોગોમાં પણ દેશમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હવે અમુક મોટા ખેલાડીઓ કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને ટૂર્નામેન્ટમાંથી તેમનું નામ પરત લઈ રહ્યા છે.
રવિવારે દિલ્હી કેપિટલ્સના સ્ટાર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન અને રાજસ્થાન રોયલ્સના ફાસ્ટર બોલર એન્ડ્ર્યુ ટાઈએ પણ ટૂર્નામેન્ટમાંથી પાછા હટવાનો નિર્ણય કર્યો છે. ટીમેના ઝડપી બોલર કેન રિચર્ડસન અને લેગ સ્પિનર એડમ જમ્પા આઈપીએલ 2021થી બહાર થયા છે.
દિલ્હીની હૈદરાબાદ સામે સુપર ઓવરમાં જીત પછી અશ્વિને સોશિયલ મીડિયા પર મેસેજ દ્વારા IPLથી હટવાની માહિતી આપી છે. અશ્વિને લખ્યું છે કે “મારા પરિવારના સભ્ય અને અન્ય પરિવારજનો કોરોના સામે લડી રહ્યાં છે. આ મુશ્કેલ સમયમાં હું તેમની સાથે રહેવા માગું છું. જો સ્થિતિમાં સુધારો થશે તો હું ફરીથી રમવા આવીશ. ધન્યવાદ.”
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમને મોટો ઝટકો, ટીમના બંને ફાસ્ટ બોલર કેન રિચર્ડસન અને લેગ સ્પિનર એડમ જામ્પા IPL 2021માંથી બહાર થયા છે.