કોરોના વિરુદ્ધ રાહત આપતા એક મોટા સમાચાર છે. ઝાયડસ કેડિલાની વિરાફીન નામની દવાને શુક્રવારે ભારત સરકારના ડ્રગ્સ રેગ્યુલેટરે મંજૂરી આપી દીધી છે. ઝાયડસનું કહેવું છે કે આ ઇન્જેક્શનની મદદથી કોરોનાના દર્દીઓને ઝડપથી રિકવર કરવામાં મદદ મળશે.
ભારતમાં છેલ્લા 10 વર્ષથી આ દવાનો ઉપયોગ થઈ રહ્યો હતો. પણ કોરોનાના દર્દીઓને ધ્યાનમાં રાખીને તેને નવેસરથી તૈયાર કરવામાં આવી છે. ઝાયડસનો દાવો છે કે આ ઇન્જેક્શનના ઉપયોગથી 7 દિવસમાં 91.15 ટકા કોરોના પીડિતોનો આરટી-પીસીઆર ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
આ ઇન્જેક્શનનો માત્ર 1 ડોઝ પૂરતો છે. તેનાથી રાહત મળશે. જો કે ઇન્જેક્શનનો ભાવ શું રહેશે એ સ્પષ્ટ નથી. પણ પ્રયાસ રહેશે કે સામાન્ય ગરીબ માણસ પણ તેને ખરીદી શકે.