શહેરમાં સૌપ્રથમ વખત રામોલ પોલીસ સ્ટેશનમાં આઇસોલેશન રૂમ બનાવવામાં આવ્યા છે. 5 નોર્મલ આઇસોલેશન બેડ અને 2 ઓક્સિજન બેડ બનાવવામાં આવ્યાં છે.
ખાસ કરીને પોલીસકર્મીને કોરોનાની અસર થતાં તે ઘરે આઇસોલેશનમાં ના રહી શકે, તેથી તેને અહીં રાખવામાં આવશે. બીજી તરફ 2 ઓક્સિજન બેડની વ્યવસ્થા કરાઈ હતી. દિવસ દરમિયાન ડોક્ટર 3 વખત વિઝિટ કરશે. જે પોલીસકર્મીઓ આઇસોલેશનમાં રહેશે તેમને નાસ્તો અને જમવાનું પણ આપવામાં આવશે.
રામોલ પીઆઇ કે. એસ. દવેએ ડોક્ટર અને લોકોનો સહયોગ મેળવી પોલીસ સ્ટેશન નજીક જ આઇસોલેશન વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરમાં પોલીસ માટે સૌપ્રથમ વખત કોઈ પોલીસ સ્ટેશનમાં આવી વ્યવસ્થા થતાં પોલીસબેડામાં આનંદની લાગણી ફેલાઇ છે.