ફ્રાન્સએ મદદની ખાતરી આપી
કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહેલા ભારતને મદદ કરવા ઘણા દેશો આગળ આવ્યા છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને કહ્યું છે કે મુશ્કેલીની આ ઘડીમાં ફ્રાન્સ ચોક્કસપણે ભારતની સાથે ઉભું છે, અમે ભારતને ટેકો આપવા તૈયાર છીએ. જો કે, ફ્રાન્સે સાવચેતીપૂર્વક લોકોને ભારતથી તેમના દેશમાં જતા 10 દિવસની કવોરેન્ટાઇન માટે આદેશ આપ્યો છે. ભારતમાં ફ્રાન્સના રાજદૂત, ઇમેન્યુએલ લેનિનએ રાષ્ટ્રપતિના સંદેશને ટ્વિટ કરીને કહ્યું કે, હું કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહેલા ભારતના લોકોને એકતાનો સંદેશ મોકલવા માંગું છું. આ મહામારીએ કોઈને છોડ્યા નથી. અમે તમને મદદ કરવા તૈયાર છીએ..
બ્રિટને મદદની ખાતરી આપી
બ્રિટને પણ સંકટ સમયે ભારતને મદદની વાત કરી છે. વડા પ્રધાન બોરિસ જહોનસે કહ્યું કે તેઓ ભારતને મદદ કરવાના કોઈ રસ્તા શોધી રહ્યા છે જ્યાં કોરોના મહામારી ભયંકર રીતે વકરી છે.
અમેરિકન ધારાસભ્યોએ પણ ચિંતા વ્યક્ત કરી, મદદ માટે ખાતરી કરી
યુ.એસ. ના અનેક ધારાસભ્યોએ ભારતમાં કોવિડ 19 ના કેસોમાં વધારા અંગે ચિંતા વ્યક્ત કરી છે અને ભારતને તમામ જરૂરી સહાય પૂરી પાડવા માટે બાયડેન વહીવટને વિનંતી કરી છે. સાંસદ હેલી સ્ટીવેન્સે કહ્યું હતું કે, “હું ભારતમાં રોગચાળાનો સામનો કરી રહેલા પરિવારો માટે પ્રાર્થના કરું છું અને વિશ્વ સમુદાયને સંકલન કરવા આગ્રહ કરું છું.” ભારતીય સંસદસભ્ય રો ખન્નાએ જાહેર આરોગ્ય નિષ્ણાત આશિષ કે ઝા દ્વારા એક ટ્વીટ શેર કરતાં કહ્યું કે, અમે ભારતને એસ્ટ્રાઝેનેકા રસીના વધારાના 35 મિલિયન ડોઝ પહોંચાડી શકીએ અને મદદ કરી શકીએ.