વિજય રૂપાણી : હવેથી વાહન ચાલકો પાસેથી માસ્ક સિવાય અન્ય દંડ વસુલવામાં આવશે નહી

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસની બીજી લહેર અતિ ગંભીર આતંક મચાવી રહી છે. રાજ્યમાં ઠેર ઠેર કોરોના કેસમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે.
ત્યારે આજની કેબિનેટ બેઠક બાદ મુખ્યમંત્રીએ એક મોટી જાહેરાત કરી છે. તેમને જણાવ્યું છે કે હવેથી રાજ્યમાં ફરતા વાહન ચાલકો પાસેથી પોલીસ દ્વારા માસ્ક સિવાય અન્ય આર.ટી.ઓ. નો દંડ વસુલી શકશે નહી.
બેઠક માં કેટલાક મંત્રી ઓ રજૂઆત કરી હતી કે, માસ્ક સિવાય વસુલતો દંડ ટુ વહીલર માં 3 થી 4 હજાર અને ફોર વહીલર માં 8 થી 10 હજાર નો દંડ વસુલવામાં આવે છે. વહીક્લ ડિટેઇન કરાય તો છોડાવવામાં 1 અઠવાડિયા જેટલો સમય લાગે છે.
વાહન ડિટેઇન થતા કોરોનામાં લોકો ને હોસ્પિટલ જવા આવવામાં ખૂબ તકલીફ પડે છે. મંત્રીઓની ફરિયાદથી મુખ્યમંત્રી એ વાહન વ્યવહાર મંત્રી ફળદુ ને અને ગૃહ રાજયમંત્રી પ્રદીપ સિંહ ને આ અંગે સુચના આપી હતી. અને જણાવ્યું હતું કે, હાલ પૂરતો માત્ર માસ્ક નો દંડ જ ઉઘરાવવામાં આવે. બીજો કોઈ દંડ વાહન ચાલક પાસે થી ઉઘરાવવો નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *