ભારત બંધના એલાનને પગલે અમદાવાદ શહેરના સારંગપુર, ગોમતીપુર અને ખાડિયા વિસ્તાર સહિત વિવિધ વિસ્તારોમાં અમુક તોફાની તત્વો એ તોડફોડ અને પથ્થરમારો કર્યો હતો. જેની ફરિયાદ ખાડીયા, કાલુપુર, ગોમતીપુર, રામોલ, શાહીબાગ અને વેજલપુર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં હતી. સીસીટીવી ફુટેજ તથા વિડિયોગ્રાફીના આધારે તોફાની તત્વોને શોધખોળ તેમની ધરપકડ કરવામાં આવશે. સારગપુરમાં તોફાની તત્વોએ પીસીઆર વાનને ટાર્ગેટ બનાવી પથ્થરમારો કર્યો હતો. જેમાં ચાર પોલીસ જવાનો ઘાયલ થયા હતા તેમજ પોલીસે લાઠીચાર્જ કરી ૧૪ ટીયર ગેસના સેલ છોડયા હતા. બીજી તરફ ઘીકાંટા કોર્ટની બહાર દેખાવને પગલે જજોને પોલીસ એસ્કોર્ટ પૂરા પડાયા હતા.તેમજ સારંગપૂરમાં પણ અમુક તોફાની તત્વોએ દુકાન માં લૂટફાટ કરી હતી.
ભારત બંધના એલાનમાં અમદાવાદ માં સારંગપુર સર્કલ ખાતે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા જેનો ફાયદો લઇ કેટલાંક અસમાજીક તત્વો પણ સારંગપુરની કાપડની અને બુટની દુકાનમાં ઘુસી લૂંટ મચાવી હતી. કેટલાક અસામાજિક તત્વોએતો રાહદારીના મોબાઇલ ઝૂંટયા હોવાની ફરિયાદો પણ સામે આવી હતી હતી. પણ પોલીસ સ્ટેશનમાં કોઇ ફરિયાદો નોધાઇ નથી. કેટલાંક અસામાજીક તત્વો ન્યુ ક્લોથ માર્કેટના ગેટ પર ચઢી ગયા હતા અને માર્કેટના બંધ દરવાજાના ખોલી તેમાં ઘુસી અનેક લોકોને બનમાં લીધા હતા.
ચાંદખેડામાં આંદોલન કારીઓને રોકવા માટે ગયેલી મહિલા પોલીસ પર પણ હુમલાનો બનાવ બન્યો હતો. વિરોધ પ્રદર્શન કરતી મહિલાઓએ એક મહિલા પીએસઆઇ અને બે કોન્સ્ટેબલને બચકા ભરી લીધા હતા. આ જોઇ ત્યાં ઉભેલી અન્ય મહિલા પોલીસકર્મીઓ પણ ગભરાઈ ગઇ હતી. આખરે ત્રણે ઇજાગ્રસ્ત મહિલાકર્મીઓને સારવાર માટે ખસેડાયા હતા.
અમદાવાદ શહેરમાં ખાડીયા વિસ્તારમાં જ તોફાન સમયે ૧૦ જેટલા તોફાનીઓની અટકાયત કરવામાં આવી હતી.તેમજ શાહીબાગ અને ગોમતીપુર પોલીસે પણ અસામાજિક તોફાની તત્વોની ધરપકડ કરી હતી. અલગ અલગ વિસ્તારમાંથી ૨૦ જેટલા તોફાનીઓની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે શાહિબાગમાંથી પાંચ, નવરંગપુરાથી ૨૦ અને ચાંદખેડા પોલીસે ૧૨ જેટલા તોફાની શખસોની અટકાયત કરી હતી.તેમજ દુકાનો બંધ કરાવી વેપારીઓને ડરાવનાર કુલ ૧૦૦ જેટલા શખસોની અટકાયત કરવામાં આવી હતી.