ભારત બંધ: સુપ્રીમ કોર્ટના ચૂકાદાથી દલિત સંગઠનો નારાજ, ગુજરાતમાં હજારો દલિતો રસ્તા પર

સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા એક ચૂકાદા સામે આજે SC-STના લોકોએ નારાજગી દર્શાવવા માટે ભારત બંધનું એલાન આપ્યું છે.

વિવિધ દલિત સંગઠનો આ મામલે વિરોધ કરી રહ્યાં છે. ગુજરાત સહિત દેશભરના અનેક શહેરોમાં હાલ વિરોધ થઈ રહ્યો છે.

ભારત બંધની અપીલ કરનારા અનુસૂચિત જાતિ-જનજાતિ સંગઠનોના અખિલ ભારતીય મહાસંઘના રાષ્ટ્રીય પ્રધાન મહાસચિવ કેપી ચૌધરીએ બીબીસી સાથે વાતચીત કરતાં કહ્યું કે સુપ્રીમ કોર્ટના ચૂકાદાથી દલિત સંગઠનો નારાજ છે.

તેમણે કહ્યું, “છેલ્લા કેટલાક દિવસોમાં પ્રિવેન્શન ઓફ એટ્રોસિટી એક્ટમાં તાત્કાલિક કાર્યવાહીની જોગવાઈને નબળી કરવા અંગેના સુપ્રીમ કોર્ટના ફેંસલાથી દલિત સંગઠનો નારાજ છે.”

ગુજરાતમાં વિવિધ શહેરોમાં દલિત સંગઠનો સુપ્રીમ કોર્ટના આ ચૂકાદોનો વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યાં છે.

ગઈકાલે દલિત સંગઠનો દ્વારા અપાયેલા આ બંધને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ સમર્થન આપ્યું હતું.

જે બાદ આજ સવારથી જ દલિતોએ વિરોધ કરવાનું શરૂ કરી દીધું હતું.

આજે સવારે જિગ્નેશ મેવાણીએ સ્થાનિક મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે થોડા મુઠ્ઠીભર ખોટા કેસના અનુસંધાને આવેલા આ ચુકાદા સામે વિરોધ છે.

તેમણે કહ્યું, “અનેક દલિતોની જમીન પચાવી પડાઈ છે, મૂછો રાખવાના કારણે, ઘોડા પર બેસવાના મામલે દલિતોની હત્યાઓ થઈ રહી છે.”

કયા શહેરમાં કેવી અસર?

અમદાવાદ

– બાવળા ખાતે દલિત સમાજનો વિરોધ , મુખ્ય બજારમાં દુકાનો કરાવી બંધ,
-બાવળા-બગોદરા હાઈવે કરાયો બંધ, પોલીસે ઘટના સ્થળે પહોંચી વાહનવ્યવહાર યથાવત કરાવ્યો.બાવળામાં વિરોધ કરી રહેલા દલિતોએ બાળવા-બગોદરા હાઇવે બંધ કરાવવાનો પ્રયત્ન કર્યો હતો.
– શાહપુર અને ગાંધી બ્રિજ પાસે દલિતો એકઠા થયા. દલિત સમાજનાં લોકો દ્વારા વાહનો રોકવામાં આવ્યા બસો ખાલી કરાવીને ડાયવર્ટ કરાઈ રહી છે. પોલીસ ઘટના સ્થળે.
– દલિતો સંગઠનો દ્રારા બંધના એલાનનો મામલો. એસ ટી વિભાગ દ્રારા વિભાગીય નિયામકને અપાઈ સૂચના જરૂર પડે તે પ્રમાણે એસ ટી બસના રૂટ બંધ કે ડાયવર્ટ કરવા આપી સૂચના.
– વિવિધ દલિત સંગઠનોના બંધના એલાનનો મામલો એએમટીએસે કેટલીક બસના રૂટમાં કર્યા ફેરફાર.
– ચાંદખેડામાં દલિત સંગઠનોના કાર્યકરોએ રસ્તા પર આવી ચક્કાજામ કર્યો હતો, અહી વિરોધ કરી રહેલા લોકો એ ટાયરો પણ સળગાવ્યા હતા
– દાણીલીમડા વિસ્તારામાં પણ વિરોધ કરવામાં આવ્યો હતો.
– સારંગપુરમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે દલિતોએ એકઠાં થઈ વિરોધ કર્યો હતો.
– અમરાઈવાડી તેમજ સીટીએમ અને જશોદાનગરના પુનિતનગર પાસેના ચાર રસ્તા પર દલિતોએ ચકકાજામ કરીને દુકાનો બંધ કરાવવા નો પ્રયાસ કર્યો હતો.

રાજકોટ

રાજકોટમાં સિવિલ હોસ્પિટલ ચોક પાસે સૈંકડો લોકો એકઠાં થયા હતા અને કોર્ટના ચુકાદાનો વિરોધ કર્યો હતો. શહેરમાં બંધને જોતાં કેટલીક દુકાનો અને મોલ બંધ કરાવવો પડ્યો હતો.

રાજકોટમાં પોલીસે ચક્કાજામ અટકાવવા માટે કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા સાથે કેટલાક કાર્યકરોની અટકાયત કરી હતી. જોકે. બાદમાં તેમને છોડી મૂકાયા હતા.

જામનગર
જામનગરમાં દલિતોએ જુદાં જુદાં સ્થળોએ રસ્તા રોકી વિરોધ કર્યો હતો તો કેટલાક સ્થળોએ નારેબાજી કરી હતી.

સુરત

સુરતમાં દલિતોએ દુકાનો બંધ કરાવવાનો પ્રયત્ન કર્યો હતો. અહીં મોટી સંખ્યામાં લોકો ભાગળ વિસ્તારમાં એકઠાં થયા હતા.
સુરતમાં જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત SC/ST સંગઠને આપ્યું બંધનું એલાન સ્વયંભુ દુકાનો બંધ નહિ કરાતા ભીમ સેનાએ દુકાનો બંધ કરાવી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ ખડેપગે.

સાબરકાંઠા

સાબરકાંઠામાં દલિત સેનાના કાર્યકરો સિવિલ સર્કલ પાસે ધરણાં પર બેઠા હતા. ઉપરાંત પ્રાંતિજના બસ સ્ટેશન પાસે પાસે પણ દલિતો એકઠા થયા હતા.

હિંમતનગર

હિંમતનગરમાં વકીલોએ આ ચૂકાદાના વિરોધમાં હડતાળને સમર્થન કરતા આજની કામગીરીથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે.

વલસાડ

વલસાડ જિલ્લાના આદિવાસી તાલુકામાં ભારતબંધ ને લઇને સજ્જડ બંધ કપરાડા, ધરમપુર, સુથારપાડા નાનાપોંઢા સજ્જડ બંધ સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં પણ ભારત બંધને લઇને તમામ વિસ્તારોમાં સજ્જડ બંધ.

સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરમાં વિવિધ ‌દલિત સંગઠનો દ્વારા અપાયેલા ભારત બંધના એલાનને પગલે સુરેન્દ્રનગર લીમડી હાઈવે પર ચક્કાજામ.

સુરેન્દ્રનગરમાં વિવિધ ‌દલિત સંગઠનો દ્વારા અપાયેલા ભારત બંધના એલાનનો મામલો સુરેન્દ્રનગર એસ.ટી. ડેપોમાંથી ઉપડતી અને બહારથી આવતી તમામ એસ.ટી. બસોના રૂટ બંધ રખાયા.
અમરેલી

અમરેલીમાં ભારત બંધના એલાનના પગલે વડિયા પોલીસે બસ સ્ટેન્ડ પર રહેતી બધી બસોને સાવચેતીના ભાગરૂપે વડિયા પોલીસ સ્ટેશન ખાતે ખસેડી.

ભારતબંધના પગલે સૌરાષ્ટ્રની એસટી બસોને અસર

બોટાદ

બોટાદમાં દલિત સમાજનો વિરોધ, અવેડા ગેટ પાસે ટોળાએ એસટી બસ પર પત્થરમારો કર્યો હતો, પથ્થરમારો થતા એસટી બસના કાચ તૂટ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *