મહેસાણા જિલ્લામાં કોરોના સંક્રમણમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વેપારીઓ સ્વૈચ્છિક કે આંશિક રીતે લોકડાઉન કરી કોરોના સંક્રમણ રોકવાનો પ્રયાસ કરી રહ્યાં છે. ઊંઝામાં આવેલ સૌથી મોટું માર્કેટ આઠ દિવસ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. માર્કેટયાર્ડ સાથે આજુબાજુની ક્લિનિંગ કરતી ફેકટરીઓ પણ બંધ રહેશે.મહેસાણા જિલ્લામાં આવેલું ઊંઝાનું માર્કેટયાર્ડ સમગ્ર એશિયામાં પ્રખ્યાત છે. તેમજ સૌથી મોટું જીરા માર્કેટ છે. માર્કેટમાં રોજના હજારો વેપારીઓ બહારના રાજ્યમાંથી અને અલગ અલગ વિસ્તારોમાં ખેડૂતો પોતાનો માલ વેચવા આવતા હોય છે. તેથી કોરોના સંક્રમણ ના ફેલાય એ માટે માર્કેટને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 14 એપ્રિલથી 21 એપ્રિલ સુધી સૌથી મોટું ઊંઝા માર્કેટયાર્ડ બંધ રહેશે. ઊંઝા વેપારી એસોસિએશન અને માર્કેટયાર્ડ તેમજ તંત્રની મિટિંગમાં નિર્ણય લેવાયો છે. ઊંઝા માર્કેટયાર્ડ આજુબાજુની ફેકટરીઓ પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.