લોકો એક તરફ ઇન્જેક્શન માટે વલખાં મારે છે, ત્યારે આ કંપની પાસે મોટો જથ્થો હતો. એક બાજુ રેમડેસિવિરની અછત વચ્ચે હજુ કાળાં બજારી ચાલી રહી છે. રેમડેસિવિર ઇન્જેક્શનની અછત વચ્ચે ઘણા લોકો કાળાં બજારમાં વેચવાની પ્રવૃત્તિ ચાલી રહી છે. અમદાવાદમાં ક્રાઇમ બ્રાંચે ગોતામાં આવેલી ધ્રુવી ફાર્માસ્યુટિકલમાં રવિવારે રાત્રે રેડ પાડી હતી, જેમાં 400 જેટલા ઇન્જેક્શનનો જથ્થો મળ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ નિખિલ બ્રહ્મભટ્ટ અને સ્ટાફે ગોતામાં રેડ કરી હતી, જ્યાં ગેરકાયદેસર જણાતા 400 જેટલા ઇન્જેક્શન રાખ્યા હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. ઇન્જેક્શનનાં કાળાં બજાર કરનારા લોકો સામે ફરિયાદ દાખલ કરી પગલાં લેવાનો આદેશ કર્યો છે, જેના પગલે રૂપે વડોદરામાં બે ફાર્મા કંપની સામે કાર્યવાહી થઈ હતી.અમદાવાદના ગોતા વિસ્તારમાં આજે સાંજે કંપનીમાં સ્ટોકિસ્ટ રેમડેસિવિર અને ટોસિલિઝુમેબ ઇન્જેક્શન રાખીને લોકોને રિટેલમાં વેચતાં હતાં. જેની જાણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને થતાં બે પોલીસ ઇન્સ્પેક્ટર સહિત આખી ટીમ ત્યાં પહોચી હતી. જ્યાં કંપનીમાં રેમડેસિવિર અને ટોસિલિઝુમેબ ઇન્જેક્શન હતા. પોલીસે તેમની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, આ કંપનીમાં ઇન્જેક્શન સ્ટોકિસ્ટ છે. જે હોલસેલમાં ઇન્જેક્શન આપી શકે છે. તેમણે આજે કેટલાક રીટેઇલ ઇન્જેક્શન પણ વેચ્યા છે. જે અંગે હજી સ્થાનિક પોલીસ દ્વારા તેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. બીજી તરફ કંપની પાસે રિટેઇલનું લાઇસન્સ છે કે નહીં તેની પણ તપાસ હવે પોલીસ કરી રહી છે.