સુરતમાં તોડફોડ સાથે પાકિસ્તાન ઝિંદાબાદના નારા વચ્ચે કોમી અથડામણ

સુરત ના અમરોલી કોસાડ આવાસના એચ-૧ બિલ્ડીંગમાં ગુરૃવારે મધરાત્રી બાદ મસ્જીદ ઉપર પથ્થરમારાના આક્ષેપ સાથે મુસ્લિમોનાં ટોળા અને હિન્દુઓના ટોળા સામસામે ઘાતક હથિયારો સાથે આવી ચઢ્યા હતા. સુરત માં મસ્જીદ પર પથ્થરમારાના આક્ષેપ બાદ મામલો વધારે બીચક્યો હતો. ટોળાએ સામસામે પથ્થરમારો કરી તેમજ વાહનોમાં આગ અને તોડફોડ કરતા સ્થિતિ તંગ થઇ ગઇ હતી.

આ ઘટના અંગે જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોચતાજ ટોળાએ અમરોલી પોલીસ ઉપર પણ પથ્થરમારો કર્યો હતો તેમજ પોલીસની પીસીઆર વાનને નુકસાન થયું હતું તેમજ એક એએસઆઇને ઇજા થઇ હતી. સ્થિતિની ગંભીરતા જાણી સમગ્ર શહેરની પોલીસ ત્યાં દોડી ગઇ હતી અને ટીયરગેસના ૨૦થી વધુ શેલ છોડી તેમજ બળપ્રયોગ કરી લગભગ મળસ્કે સ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો. પોલીસે આ બનાવમાં સામસામી ફરિયાદ નોંધી ૧૦૦થી વધુની અટકાયત કરી હતી.

સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલ વિગતો દ્વારા અમરોલી કોસાડ આવાસ એચ-૧ બિલ્ડીંગમાં આવેલી મસ્જીદ ઉપર ગત મધરાત બાદ ૧૨-૩૦ કલાકે પથ્થરમારો થતાં મુસ્લિમોા ટોળા એકત્ર થઇ ગયા હતા. મુસ્લિમોના ટોળાએ પથ્થરમારો હિન્દુઓએ કર્યો છે તેવો આક્ષેપ કરી હાથમાં લાકડાના ફટકા, પાઇપ સાથે ધસી આવી હિન્દુઓને ટાર્ગેટ કરતા હિન્દુઓના પણ ટોળા ઘાતક હથિયારો સાથે એકત્ર થઇ ગયા હતા. જોતજોતામાં બંને પક્ષ્જ સામસામો પથ્થરમારો શરૃ થયો હતો અને ટોળાએ ત્યાં પાર્ક કરેલા વાહનોમાં આગજની- તોડફોડ કરતાં સ્થિતિ વણસી હતી.

ટોળાએ એક એકટીવાને આગ ચાંપતા તેમજ ૨૫ જેટલા વાહનો- કાર, રીક્ષા, ટેમ્પો, ટુ વ્હીલરને પથ્થરમારાથી તેમજ તોડફોડ કરી નુકસાન કરતા પરિસ્થિતિ કાબુ બહાર ચાલી ગઇ હતી. આ ઘટના અંગે જાણ થતાં અમરોલી પોલીસનો કાફલો ત્યાં દોડી ગયો હતો અને સ્થિતિ કાબુમાં લેવા પ્રયાસ કર્યો હતો. જો કે, ટોળાએ પોલીસ ઉપર પણ પથ્થરમારો કરતા પીસીઆર વાનના કાચ તૂટી ગયા હતા અને એક એએસઆઇ નિલેશભાઇને ઇજા પહોંચી હતી. સ્થિતિ વધુ તંગ બનતા સમગ્ર શહેરની પોલીસ ત્યાં દોડી આવી હતી.

પોલીસે ટોળાને કાબુમાં લેવા બળપ્રયોગ કર્યો હતો તેમજ ટીયરગેસના ૨૦થી વધુ શેલ છોડયા હતા. ટોળા છુટાછવાયા થઇ પોલીસને ટાર્ગેટ કરતા હોય તેમના ઉપર કાબુ મેળવતા પોલીસને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. લગભગ પાંચ કલાક બાદ મળસ્કે ૫-૩૦ વાગ્યે પોલીસે સ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો. પોલીસે સ્થળ ઉપરથી ૧૦૦થી વધુની અટકાયત કરી આ બનાવ અંગે ગુનો નોંધવા તપાસ હાથ ધરી હતી.

સુરતના અમરોલી કોસાડ આવાસમાં ગતરાત્રે થયેલી કોમી અથડામણમાં જે સ્થળે એકટીવાને આગ ચાંપવામાં આવી હતી તે સ્થળનો ૩ મિનીટ ૪૨ સેકન્ડનો એક વિડીયો વાયરલ થયો છે. વિડીયોમાં એક-બે વ્યક્તિ પાકિસ્તાન ઝીંદાબાદના નારા ત્રણેક વખત લગાવતા સંભળાય છે. વિડીયોમાં મસ્જીદ ઉપર પથ્થરમારો નહીં કરવો જોઇએ તેવું પણ બોલતા સંભળાય છે. થોડીવાર બાદ પોલીસનાં ટીયરગેસના શેલ છુટતાં હોય તેનો અવાજ સંભળાય છે અને ત્યારબાદ પોલીસ કોસાડ આવાસમાં આને તેના ગેટ ઉપર નજરે ચઢે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *