અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ બહાર આજે પણ રેમડેસિવીર ઇન્જેક્શન લેવા લોકોની લાંબી કતાર છે. લોકોને આ ઇન્જેક્શનની કેટલી જરૂર છે તેનો અંદાજો લાઈન પરથી લગાવી શકાય છે કે, ઝાયડસ હોસ્પિટલની બહાર આજે લાંબી લાઇનો જોવા મળી રહી છે. લોકો આ ઇન્જેક્શનને લેવા માટે આખો દિવસ લાઇનમાં ઉભા રહે છે. તેમ છતા પણ ઘણા લોકોને આ ઇન્જેક્શન મળતું નથી. માણસોની લાંબી લાઇન ઝાયડસ હોસ્પિટલને ફરતે એક કિલોમીટર સુધી જોવા મળી હતી. ત્યારે ઝાયડસ હોસ્પિટલમાં લોકોને માત્ર 899 માં જ રેમડેસિવિર ઇન્જેકશન આપી રહ્યુ છે. જેના કારણે અમદાવાદ બહારથી પણ લોકો આ ઇન્જેક્શન લેવા મોટી સંખ્યામાં આવી રહ્યા છે. ઝાયડસ હોસ્પિટલ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી લોકોને જરૂરિયાત મુજબ ઈન્જેક્શનનું વેચાણ કરાતું હતું. સ્ટોક ખૂટી પડતા કંપનીએ ગઈકાલે તેનું વેચાણ બંધ કર્યું હતું. જેના કારણે આજે દર્દીઓના પરિવારની ચિંતામાં વધારો થયો હતો. આજથી ફરી ઝાયડસમાં રેમડેસિવિર ઈન્જેકશનનું વેચાણ શરૂ કરાતા મોટી સંખ્યામાં દર્દીના સ્વજનો ત્યાં પહોંચી ગયા છે.