ડોમેસ્ટિકમાં પ્રતિદિન 180 જેટલી ફ્લાઇટોની મૂવમેન્ટ વચ્ચે 18 હજારથી વધુ મુસાફરોની અવર જવર થાય છે. જે બુકિંગ અત્યારે 50 ટકાથી ઓછુ થઈ ગયું છે. અમદાવાદ સહિતના મહાનગરોમાં સંક્રમણ વધતાં જેની અસર ઉડ્ડયન વિભાગને પણ થઈ છે. અમદાવાદ એરપોર્ટ પર RT-PCR ટેસ્ટ ફરજિયાત કરી દેવાતા મુસાફરોની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. છેલ્લા ચાર દિવસમાં ડોમેસ્ટિકમાં 35 ટકાથી વધુ ફલાઈટો રદ થઈ છે. જ્યારે અન્ય ફ્લાઈટોમાં પણ 40થી 45 ટકા ઘટાડો ગયો છે.
કોરોનાના ડરથી છેલ્લા ચાર દિવસમાં પ્રવાસીઓનો વધારે ઘટાડો જોવા મળી રહ્યો છે. તેમાં સૌથી વધુ ગો એરની ફ્લાઇટનો સમાવેશ થાય છે. ચાર દિવસમાં અમદાવાદ એરપોર્ટ પર 100થી વધુ ફ્લાઇટો કેન્સલ થઈ હતી. ગો એરની નવ ફ્લાઇટોમાં મુંબઈ, દિલ્હી, વારાણસી, જયપુર, કોચી, ચેન્નાઇ તેમજ ઇન્ડિગો રાયપુર, સ્પાઇસ જેટ ની દરભંગા, દિલ્હીની ફ્લાઈટ રદ થઇ છે. છત્તીસગઢમાં લોકડાઉન આવતા અમદાવાદથી રાયપુરની ફ્લાઈટ અનિશ્ચિત મુદત માટે બંધ કરવામાં આવી છે.
ટ્રેનોમાં પણ આજ પરિસ્થિતી 15 ટકા મુસાફરો ઘટયા.
ભુજથી મુંબઇ આવતી ટ્રેનોમાં મુસાફરોનો પ્રવાહ ઘટયો હોવાનું દેખાઇ રહ્યું છે. મહારાષ્ટ્રમાં કોરોનાની વધતી જતી સ્થિતિના કારણે પ્રવાસીઓના આવન જાવનમાં 15 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો.