પોરબંદર માનસિક અસ્થિર યુવક દ્વારા તેની માતાની ક્રુરતાપૂર્વક હત્યા કરાઈ હતી. માતા ખતીજાબેન અને પુત્ર મુસ્તાક વચ્ચે મોડી રાત્રે ઉગ્ર બોલાચાલી થતા પુત્રએ માતાને ધક્કો મારતા લોખંડના પલંગ નો ખૂણો વાગતા માતાનું મોત થયું હતું.
મળેલ માહિતી અનુસાર, પોરબંદરના પંચહાટડી વિસ્તારમાં માતા ખતીજાબેન રૂજા તેમના પુત્ર મુસ્તાક સાથે રહે છે. તેમનો પુત્ર મુસ્તાક માનસિક અસ્થિર હતો. ગઈકાલે મોડી રાત્રે તેણે માતા પાસેથી 20 રૂપિયાની માંગણી કરી હતી. ત્યારે ખતીજાબેને તેને રૂપિયા આપ્યા ન હતા. આ મામલે માતા પુત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેને કારણે પુત્રએ માતાને ધક્કો માર્યો હતો, અને ખતીજાબેનને લોખંડના પલંગનો ખૂણો લાગ્યો હતો. જેને કારણે તેમનું મોત નિપજ્યું હતું. આ મામલે કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં પુત્ર મુસ્તાક વિરુદ્ધ કલમ 302 મુજબ ગુનો નોંધાયો છે.