એક વર્ષ પૂર્વે ચીન માં થી શરૂ થયેલો જીવલેણ કોરોના વરસે પૂરી દુનિયા માં હાહાકાર મચાવી દીધો હતો જ આજે પણ ચાલુ જ છે. ભારતમાં કોરોનાના વરસ ને ફેલાતો રોકવા માટે આગમચેતીનાં ભાગરૂપે ૨૪મીએ લોકડાઉન લાગુ પાડયા પૂર્વે ૨૨મી માર્ચે ‘જનતા કરફયુ’ આપ્યો હતો.આજે તેને તેને બરાબર એક વર્ષ પુર્ણ થયુ છે. ભારત માં અત્યારે એક વર્ષ પછી પણ જ્યાં છે ત્યને ત્યાની જ પરિસ્થિતી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનાં સતાવાર આંકડાકીય રીપોર્ટ મળ્યા પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં ૪૬૯૫૧ કેસ નોંધાયા હતા, ૨૧૧૮૦ દર્દીઓ સાજા થયા હતા અને ૨૧૨ લોકોના મોત થયા હતા.અત્યાર સુધીનાં કુલ કેસ ૧.૧૬ કરોડને વટાવી ગયા હતા તેમાં એકટીવ કેસની સંખ્યા ૩૦,૩૪,૬૪૬ ની થઈ છે.જયારે કુલ મૃત્યુ આંક ૧,૫૯,૯૬૭ હતો.
પંજાબ,મહારાષ્ટ્ર, ગુજરાત ,મધ્યપ્રદેશ, જેવા રાજયોએ કોરોના સંક્રમણ રોકવા માટે અનેક નિયંત્રણો લાદયા જ છે હવે રાજસ્થાને પણ નિયંત્રણો જાહેર કર્યા છે. ૮ શહેરોમાં નાઈટ કરફયુ લાગુ કરાયો છે. તમામ કોર્પોરેશનમાં રાત્રે ૧૦-૦૦ પછી બજારો બંધ કરી દેવાનો પણ આદેશ કરાયા છે. અજમેર, જયપુર, ભીલવાડા,કોટા, જોધપુર,સાગવાડા, ઉદયપુર અને કુશલગઢમાં ૧૧-૦૦ થી ૫-૦૦ વાગ્યા સુધી કરફયુ રહેશે॰ બહારથી આવનારા લોકો માટે નેગેટીવ કોરોના રીપોર્ટ ફરજીયાત કરી દેવામાં આવ્યો છે.