કોરોના નો અજગર ભરડો સમગ્ર વિશ્વ ને ત્રાહિમામ પોકારી દીધો છે.આ ભરડામાંથી બહાર નીકળવા વિશ્વભરનાં દેશો પ્રયાસ કરી રહ્યા છે. ગુજરાત માં પરિસ્થિતી અત્યંત વિકટ બની છે. અમદાવાદ,વડોદરા,સુરત,સમગ્ર સૌરાષ્ટ્ર પંથક માં કોરોના એ હાહાકાર મચાવી દીધો છે. ગુજરાતમાં એક જ દિવસમાં ૧૫૮૦ કેસ થયા છે.ગત વર્ષ ની જેમ કોરોના એ જે રફતાર પકડી છે તે જોતાં મોટું જોખમ ઊભું થઈ રહ્યું છે. સાવચેતી ના પગલે રાત્રી કરફ્યુ વધારી દેવાયો છે.ધૂળેટી નો તહેવાર પર પણ મનાઈ ફરમાવામાં આવી છે. ગુજરાતભરમાં કોરોના ટેસ્ટીંગ વધારી દેવાયું છે.લોકો ને ગાઈડલાઇન ને અનુસરવા અપીલ પણ કરાય છે. ગુજરાત માં એક અઠવાડીયા માં ૮૨% કેસ નોંધાયા છે.