આજે અમેરિકાના સંરક્ષણ મંત્રી લોઈડ ઓસ્ટિન ભારતની મુલાકાતે આવ્યા છે. આ મુલાકાત 3 દિવસ ની છે. તેઓ આજરોજ દિલ્લી પહોંચી ને ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી અને ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાની ઈચ્છા જાહેર વ્યક્ત કરી હતી.લોઈડ ઓસ્ટિન ની ભારત ની મુલાકાત નો મુખ્ય હેતુ ઈન્ડો-પેસિફિક સહિતના ક્ષેત્રોમાં ચીનની વધતી આક્રમકતા બાબતે બંને દેશો વચ્ચેના સંરક્ષણને મજબૂત બનાવવાનો છે.તેઓ એ ભારતના મુખ્ય સુરક્ષા સલાહકાર અજિત દોભાલ સાથે પણ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તેઓ વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરને અને ભારતીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાથે પણ મુલાકાત કરશે.