ગુજરાતના ચાર મોટા શહેરોમાં સરકાર દ્વારા ચાર મોટા શહેરોમાં રાત્રી કર્ફ્યૂનો સમય વધારીને કોરોના ગાઈડલાઈનના પાલન માટે કડકાઈ દેખાડી છે. લોકોમાં ફરીથી લોકડાઉન થવાની શક્યાતોઓ અંગે ડર ફેલાયેલો છે.આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ બોલાવી ને તેમાં જણાવ્યુ કે રાજ્યમાં કોઈ લોકડાઉન કે દિવસ દરમિયાન કર્ફ્યૂ લાગુ કરવામાં આવશે નહીં. શનિ-રવિમાં મોલ-થિયેટરોમાં લોકોના એકઠા થવાથી બંધ રહેશે. અત્યાર ના કેસ ના પ્રમાણ માં પાંચ ગણા બેડ તૈયાર કરવડાવ્યા છે.