કોરોના ના ઝડપ થી વધતાં કેસ ને કારણે સુરત અને અમદાવાદમાં કડક પગલાં લેવા માં આવ્યા છે. કોરોના કેસ ના વધારા માં ગુજરાત ૪થાં ક્રમ માં છે.અમદાવાદમાં અને સુરત માં મહાનગરપાલિકાએ રાત્રી કફર્યું એક કલાક વધારી દીધો છે.પહેલા રાતે ૧૦-૦૦ થી સવારે ૬-૦૦ વાગ્યા સુધી નો કરફ્યુ હતો હવે એક કલાક વધારી દીધો છે.હવે અમદાવાદ અને સુરત માં રાતે ૯-૦૦ થી સવાર ના ૬-૦૦ સુધી નો કરફ્યુ રહશે. રાજકોટ, વડોદરામાં રાત્રી કફર્યું ૧૦-૦૦ વાગ્યાથી સવારનાં ૬-૦૦ વાગ્યા સુધી છે. સુરત અને અમદાવાદમાં સાંજે ૭-૦૦ વાગ્યા બાદ લારી, પાન-ગલ્લા, ચાની કેબીનો બંધ કરીદેવા આદેશ જારી કરી દેવાયા છે.