આ ઘટના અમદાવાદ શહેર ના થલતેજ વિસ્તારની છે. યુવતી એ જણાવ્યું હતું કે ૨૦૧૮ના નવા વર્ષની શરુઆત મારા માટે મુસીબતનો પહાડ લઈને જ આવી. અમારી સોસાયટીમાં જ રહેતા એક તરુણે મારો ફોટો અને મારો મોબાઇલ નંબર એક વેબસાઇટ પર મૂકી દીધાં અને જાતીય સંબંધો માટેનું આમંત્રણ આપી દીધું. તે દિવસ અને આજની ઘડી, અત્યાર સુધીમાં ૧૫ હજારથી વધુ અજાણ્યા નંબરો પરથી ફોન આવ્યા છે અને હજારોની સંખ્યામાં અશ્લિલ, હલકા પ્રકારના મેસેજ. જો કે મેં જરાય ડર્યા વગર ક્રાઇમ બ્રાન્ચની મદદ લીધી. પોલીસે પણ સખ્તાઈ અને નિષ્ઠાથી તપાસ કરીને એ તરુણને શોધી કાઢ્યો. કાર્યવાહી કરી છે. દુઃખ એ વાતનું છે કે જે તરુણે મારા માટે દોજખ સર્જ્યું તેનો પરિવાર મારી વેદનાને સમજી શકતો નથી.’ ૧૫ હજારથી વધુ અશ્લિલ ફોન આવવાથી ત્રસ્ત યુવતી કહે છે આમ કરનાર તરુણ ને થોડોક બી પસ્તાવો નથી.
અમદાવાદ ના થલતેજ વિસ્તારની એક યુવતીએ આ વીતકકથા વર્ણવી છે. ૩૧મી ડિસેમ્બર આખું શહેર નવા વર્ષને આવકારવાની તૈયારીમાં વ્યસ્ત હતુંત્યારે આ યુવતીના મોબાઇલ પર ફોન આવવા શરુ થયા. પરદેશની એક વેબસાઇટ પરથી મળેલા નંબર પર ફોન કરનારાઓ યુવતી સાથે શારીરિક સંબંધો માંગણી કરતા હતા. કોઈ પણ પરિવાર માટે આવું થવું આઘાતજનક હતું.
પરિવારે યુવતીને હિંમત આપી અને આ કેવી રીતે થયું તેનું પગેરું શોધવા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મદદ લીધી. પરદેશની વેબસાઇટનું લોકેશન જણાયું એટલે વિધિસર ફરિયાદ કરવી પડી. એવે જ ટાણે એક અન્ય વેબસાઇટ પર મારો ફોટો, ફોનનંબર મુકાયેલા જણાયા. ક્રાઇમ બ્રાન્ચને જાણ કરાઈ. પોલીસે જે નિષ્ઠાભરી તપાસ કરી તો એક આઇપી એડ્રેસ મળ્યું જ્યાંથી આ બધી કુચેષ્ઠા થઈ હતી. અમારા માટે આઘાતજનક બાબત એ હતી કે આવી કુચેષ્ટા અમારી સોસાયટીમાં જ રહેતા એક તરુણે કરી હતી ! એથી ય વધુ આઘાત, દુઃખ, રોષ ત્યારે જન્મ્યો જ્યારે એ પરિવારે પોતાના દીકરાના કૃત્ય માટે માફી માગવાની ય તસ્દી ન લીધી. પરિવારને મળ્યા ત્યારે જાણે કંઈ ખોટું કર્યું જ નથી એવા ભાવ સાથે છોકરો આઇસ્ક્રીમ સર્વ કરવા આવ્યો. પરિવારને ય જાણે કોઈ ક્ષોભ નહોતો એવું લાગ્યું.
પોલીસ ના જણાવ્યા અનુસાર અમે કાનુની કાર્યવાહી હાથ ધરી જ છે. પોલીસ- ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ આખો કેસ નિષ્ઠાપૂર્વક ઉકેલ્યો છે. ઇચ્છીએ છીએ ગુનો કરનાર છટકી નહીં જાય. એથી ય વધુ અપેક્ષા તો એ છે કે પરિવારે પોતાના સભ્યના કૃત્યની ગંભીર નોંધ લેવી જોઈએ જે લેવાતી નથી.