સુરત માં કોરોના સંકટ સમયે વાલીઓ પાસેથી બાંહેધરી પત્ર લખાવવા પર લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો

સુરત માં કારોના ના કેસ દિનપ્રતિદિન વધી રહ્યા છે. અત્યારે સ્થિતી ચિંતાજનક બની ગઈ છે.આવા સમયે ટ્યુશન ક્લાસ અને સ્કૂલ શરૂ હોવાથી વિદ્યાર્થીઓમાં કોરોનાનું જોખમ વધી રહ્યું છે આ પરિસ્થિતી માં સ્કૂલવાળા વાલીઓ પાસેથી બાંહેધરી પત્ર લખાવી રહ્યાં છે. વાલી ઓ ચિંતા માં છે કે કંઇ થાય તો જવાબદાર કોણ? વાલીઓ આ સ્થિતિ પાછળ સરકાર જવાબદાર હોવાનું કહી રહ્યાં છે.લોકોએ આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું કે રાજકીય પાર્ટી માટે કોરોના નડતો નથી, તો શું સામાન્ય લોકો માટે જ કોરોનાના નિયમો હોય છે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *