સુરત માં હીરા લૂંટ ની ઘટનામાં સુરત પોલીસે વધુ છ આરોપીઓની ધરપકડ કરી હતી. અને ગુનાના કામે વપરાયેલ એક પણ કાર જપ્ત કરી છે. ઉતરપ્રદેશથી સ્પેશિયલ ટાસ્કફોર્સની મદદથી ક્રાઈમ બ્રાન્ચને આરોપીઓને ઝડપી પાડવામાં મોટી સફળતા હાથ લાગી છે.
હીરા લૂંટમાં વધુ છ આરોપીઓના નામો પણ સામે આવ્યા છે. જેમાં મુખ્ય બે આરોપીઓ સહિત કુલ છ આરોપીઓ હજી પણ પોલીસ પકડથી દૂર છે. ચકચારીત લૂંટની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ એસટી બસ મારફતે વડોદરા પહોંચ્યા હતા. ત્યાં આવેલ રેલવે ટ્રેક નજીકની યુનિવર્સીટીના કમ્પાઉન્ડ શેડમાં ગુનાના કામે વપરાયેલ રિવોલ્વર ફેંકી ટ્રેનમાં ફરાર થઈ ગયા હતા.
કતારગામ વિસ્તારમાં થયેલી કરોડોના હિરા લૂંટની ઘટનામાં તમામ મુદ્દામાલ પોલીસે અગાઉ રિકવર કરી નાખ્યો છે. જો કે અન્ય આરોપીઓ ઝડપાયા બાદ નવા ખુલાસા અને ગુનાનો ભેદ ઉકેલાય તેવી શક્યતાના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.