ચીન ને કારણે પૂરી દુનિયા કોરોના ની મહામારી માં થી પસાર થઈ રહ્યું છે. આમાંથી હજી બહાર આવી નથી શક્યા. ચીન એ ત્રણ મહત્વની યોજનાઓ જાહેર કરી છે. આ યોજના થી ભારત સહીત પૂરી દુનીયા મુસીબત માં મુકાઇ સકે એમ છે. ચીનનાં રાષ્ટ્રપતિ શી જીનપીંગે ૨૦૪૯ સુધીમાં ચીનને ‘એડવાન્સ્ડ સોશ્યાલીસ્ટ કન્ટ્રી ‘ બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે.જો આમ થસે તો ચીન પોતાને દુનિયાની સૌથી મોટી સૈન્ય આર્થિક અને સાંસ્કૃતિક તાકાતનાં રૂપમાં પ્રતિષ્ઠિત કરાવશે.જો આ લક્ષ્ય ચીન પુરૂ કરશે તો અમેરીકા નો મુગુટ છીનવાઈ જાય અને ચીન દુનિયાનો સૌથી શકિતશાળી દેશ બની જાય.ચીનની જે ત્રણ મુખ્ય યોજના છે તેમાં (૧)મેડ ઈન ચાઈના (૨)અંતરીક્ષમાં દબદબો અને (૩)બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટીવ નો સમાવેશ થાય છે. (૧)મેડ ઈન ચાઈના ; આ યોજનાનું લક્ષ્ય વર્ષ ૨૦૨૫ સુધીમાં દરેક પ્રકારનાં ટેકનિકલ મટીરીયલનાં પુરવઠા પર ૭૦%સુધી કબ્જો જમાવવાનો છે. (૨)અંતરીક્ષમાં દબદબો ; આ બાબત માં ચીન અમેરીકા થી પાછળ છે પણ ઝડપ થી આગળ વધી રહ્યું છે.તાજેતરમાં જ ચીને જીપીએસનો વિકલ્પ બાયડુ માટે ૫ ટન વજનનો ઉપગ્રહ અંતરીક્ષમાં સફળતાથી સ્થાપિત કર્યો હતો. (૩)બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટીવ ;આ યોજના પ્રમાણે ચીન 2049 સુધીમાં દુનિયાનાં લગભગ 70 દેશોમાં પાયાનાં માળખાઓમાં નિર્માણ કરી તેને એક સાથે લાવવાની કોશીશ થઈ રહી છે. નિષ્ણાંત ના જણાવ્યા પ્રમાણે આ યોજનાથી ચીન વ્યાપાર પર એકાધિકાર સ્થાપિત કરવા માંગે છે.