એક ગ્રાહક કોર્ટે આદેશ કર્યો છે કે છેતરપિંડી કરીને ખાતામાંથી પૈસા ઉપડી જનાર જેવા બેંક ફ્રોડ માટે બેંક જવાબદાર નથી.આવી ભૂલો ગ્રાહકો તરફ થી થતી હોવાથી બેન્ક આ બાબતે જવાબદાર નથી પરંતુ ગ્રાહક પોતાની બેજવાબદારી ને કારણે ગ્રાહક પોતે જવાબદાર છે. RBI અનુસાર જો લેવડ-દેવડ કોઈ ત્રીજા પક્ષના ઉલ્લંઘનના કારણે થાય અને ગ્રાહક ૩ દિવસની અંદર બેંકને સૂચના આપે તો ત્યારે ગ્રાહક જવાબદાર નથી હોતો. ગ્રાહક કોર્ટે કહ્યું કે, બેંક ગ્રાહકોને પોતાના ATM કાર્ડના અથવા તો બેંક ખાતાના વિવરણ કોઈની પણ સાથે શેર ન કરવાની ચેતવણી આપે છે. બેંકોએ માત્ર બોર્ડ પર જ દિશા નિર્દેશ નથી કર્યો પરંતુ એલર્ટ મેસેજ પણ પ્રસારિત કર્યા છે. બેંક ગ્રાહકોને એ સૂચિત કરે છે કે, કોઈપણ બેંક કર્મચારી કયારેય પણ ATM કાર્ડની વિગતો નહિ માંગે, તેમ છાતા જો ગ્રાહક બેદરકારી રાખે તો ગ્રાહક પોતે નુકસાન ને જવાબદાર છે.