કોરોના એ ફરી જોર થી ઊથલો માર્યો છે.ગુજરાત માં તો 4 મહાનગરો માં તો રાત્રી કરફ્યુ વધારી દેવા માં આવ્યો છે. જેમાં સુરત નો પણ સમાવેશ થાય છે. સુરત માં કોરોના ના વધતાં જતાં ચિંતાજનક કેસો એ તંત્ર ની ઊંઘ હરામ કરી નાખી છે. સુરત માં પણ અમદાવાદ ,રાજકોટ અને વડોદરા ની જેમ રાત્રી કરફ્યુ વધારી દેવાયો છે. કરફ્યુ ની મુદત વધારી ને તારે 10 વાગ્યા થી સવાર ના 6 વાગ્યા સુધી નો કરફ્યુ લાદવા માં આવ્યો છે. આ ઉપરાંત સુરત માં બગીચાઑ બંધ કરી દેવા માં આવ્યા છે. શૈક્ષણીક શાળા તથા કોલેજો માં વિધ્યાર્થી ઑ માં કોરોના પોઝીટીવ વધારે આવતા એક સપ્તાહ સુધી બંધ રાખવા આદેશ અપાયો છે. સુરતના પોલીસ કમિશ્નર દ્વારા એક આદેશમાં મહાનગરના રાંદેડ , અઠવા તથા લીંબાયત વિસ્તારમાં આવેલ તમામે તમામ શોપીંગ મોલ, જીમ, થીયેટર તથા સ્વીમીંગ પુલ અચોકકસ મુદત સુધી બંધ રાખવાનો આદેશ આપવા માં આવ્યો છે. સુરત મહાનગર્પાલીકાની હદમાં કોઇપણ ધાર્મીક કે રાજકીય કાર્યક્રમો યોજી નહીં શકાય. મ્યુનિસીપલ કમિશ્નર તથા જીલ્લા કલેકટરને જે કોઇ પ્રતિબંધાત્મક આદેશો જરૂરી લાગશે તો તે આદેશ ને અમલી બનાવા ની સત્તા પણ આપવા માં આવી છે.સુરતની ટેક્ષટાઇલ માર્કેટમાં કોરોનાના ના કેસ નોંધાતા માર્કેટનો સમય પણ સવારે 10-00 થી સાંજના 7-00 સુધીનો કરી દેવાયો છે.