અધિકારીક નિવેદન માં જણાવ્યા પ્રમાણે RBIએ ૧૫-૩-૨૦૨૧ રોજ SBIને કેટલીક રેગ્યુલેટરી કંપ્લાએન્સ ન માનવાને કારણે એક ઓર્ડર જાહેર કરીને પેનલ્ટી લગાવવામાં આવી છે.આ પેનલ્ટી રિઝર્વ બેંકના બેંકિંગ રેગ્યુલેશન એક્ટ ૧૯૪૯ના સેક્શન ૧૦ (૧)(b) (ii)ના ઉલ્લંઘન અને કર્મચારીઓને કમિશનના રૂપમાં જે ગાઇડલાઇનને ન અનુસરવા બદલ ૨ કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. RBIએ કહ્યું કે ૩૧-૩-૨૦૧૭ અને ૩૧-૩-૨૦૧૮ના રોજ બેંકના ફાઇનાન્સિયલ પોઝીશનની તપાસ થઇ હતી અને રિસ્ક એસેસમેન્ટ રિપોર્ટની પણ તપાસ કરાઈ છે. RBIએ SBIને પોતાના કર્મચારીઓને આપવામાં આવતા કમીશનને એક્સપ્લેન કરવા કહ્યું, તો બેન્કના જવાબ થી RBIને અસંતોષ થતાં પેનલ્ટી લાગવા માં આવી છે. RBI દ્વારા SBIને જે પેનલ્ટી લાગી છે તેના કારણે કદાચ નવા વર્ષ માં SBI પર ખતરો આવી શકે છે.