વડાપ્રધાન મોદીના મુખ્ય સલાહકાર અને પૂર્વ કેબિનેટ સચિવ પી.કે સિંહાએ અચાનક જ વડાપ્રધાન કાર્યાલય(પીએમઓ) માથી રાજીનામું આપ્યું છે.એવું કહેવાય છે કે આ રાજીનામું અંગત કારણસર આપ્યું છે. ટોચના સરકારી સૂત્રોએ પણ સિંહાના રાજીનામાની પુષ્ટિ કરી છે.પીકે સિંહાએ અલ્હાબાદના આસી.કલેક્ટર તરીકે પોતાની કારકીર્દિની શરુઆત કરી હતી તથા ૨૦૧૩થી ૨૦૧૫ સુધી તેઓ પાવર સેક્રેટરી તરીકે સેવા આપી હતી.તેઓ એ ૨૦૧૯ ની લોકસભાની ચૂંટણી બાદ પીએમઓમાં તેમને મુખ્ય સલાહકાર પદે નિયુક્ત કરાયા હતા અને આ પહેલા તેઓ કેબિનેટ સેક્રેટરી તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.પી.કે સિંહા ના રાજીનામાં વિષે જાત-જાત ની અટકળો થઈ રહી છે.તેઓ ૧૯૭૮ની યુપી કેડરના આઈએએસ અધિકારી છે.પીએમઓમાંથી આ બીજું હાઈ પ્રોફાઈલ રાજીનામું છે, અગાઉ પીએમના પ્રિન્સિપલ સેક્રેટરી નૃપેન્દ્ર મિશ્રા પણ રાજીનામું આપી ચૂક્યા છે.
