ગુજરાતમાં ૪ મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રિ કર્ફ્યૂનો સમયગાળો વધારાયો છે. સરકારના આ નિર્ણય બાદ ST વિભાગનો પણ મોટો નિર્ણય સામે આવ્યો છે કે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રે ૧૦- 00 વાગ્યા બાદ બસો નહીં પ્રવેશે. ખાનગી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની બસોને પણ રાતે ૧૦-૦૦ વાગ્યા બાદ ૪ મહાનગરોમાં એન્ટ્રી નહીં મળી શકે. એડવાન્સ બુકીન્સના પેસેંજરોને ST વિભાગ દ્વારા ટેલિફોનીક સૂચાના અપાઈ રહી છે. ST વિભાગ દ્વારા એડવાન્સ બુકીન્સના પેસેંજરોને ટેલિફોનીક સૂચાના અપાઈ રહી છે.આજથી જ પેસેંજરોને ૧૦-૦૦ વાગ્યા બાદ ન નીકળવા ST નિગમ દ્વારા અપીલ કરવામાં આવી છે.રાત્રિ કરફ્યુ ની આ વ્યવસ્થા ૩૧-૩-૨૦૨૧ સુધી અમલમાં રહેશે.