અમદાવાદના ચંડોળા તળાવ પાસે ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ, ૧૦૦ થી વધુ ઝુપડા બળીને ખાખ

અમદાવાદ માં આવેલા દાણીલીમડા વિસ્તાર માં ચંડોળા તળાવ પાસે ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ લાગી હતી. જેના કારણે 300થી વધુ ઝૂંપડાં બળીને ખાખ થયા હતા. આ ઘટના સર્જાતા સમગ્ર વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતા ફાયર ફાઈટરની 25 ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી.ફાયર વિભાગના અધિકારીઓએ 4 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. એક બાદ એક કુલ 8 ગેસના બાટલા લીકેજ થતા આગ લાગી હતી. મહત્વનુ છે કે, ઝૂપડપટ્ટીમાં 1985 પછીથી આ સૌથી મોટી આગ હતી. આ આગથી 100થી વધુ પરીવારો ઘરવિહોણા થયા છે. અને આ ઘટનામાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

દાણીલિમડાના ચંડોળા તળાવ પાસે આવાલ ઝૂંપડપટ્ટીમાં રહેતા સ્થાનિકો માટે 25મીની રાત ગોઝારી સાબિત થઇ હતી. આ આગ ગેસના બાટલામાં લિકેજ થવાના કારણે લાગી હોવાની ઘટના સામે આવી છે. ઘણા પરિવારોની ઘરવખરી તેમજ જરૂરી દસ્તાવેજો પણ આગમાં બળીને ખાખ થઇ ગયા છે.

મહત્વનું છે કે આ વિસ્તારમાં 3000 હજાર જેટલા ઝુપડા આવેલા છે. ત્યારે આ આગની ઘટના બનતા લોકોમાં નાસભાગ થઈ હતી જેને લઈને ટ્રાફિક જામ સર્જાયો હતો.

અમદાવાદ શહેરમાં 25 માર્ચના મોડી રાત્રે દાણીલીમડા વિસ્તારમાં આવેલ ચંડોળા તળાવ પાસેના ઝૂંપડપટ્ટીમાં 1985 પછીની સૌથી મોટી આગ લાગી હતી. આગ એટલી વિશાળ અને ભયાનક હતી કે આ આગની ચપેટમાં ૧૦૦થી વધુ પરીવારો ઘરવિહોણા થયા છે અને પ્રચંડ થયેલી આગ આ લોકોના માથા ઉપરથી આશરો છીનવી લીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *