અત્યારે પેટ્રોલ થાથા ડીઝલ ના ભાવ માં ધરખમ વધારો જોવા મળે છે. તાજેતર માં કેન્દ્રના નાણાં ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન અનુરાગ ઠાકુરે જણાવ્યુ છે કે આ બંને ઈંધણ પરના વેરાઓ ઘટાડવા વિશે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ વિચારવું જોઈએ. ઠાકુરે કહ્યું કે પેટ્રોલિયમ ઉત્પાદનોને જીએસટી ના દાયરા હેઠળ લાવવાના મુદ્દે ચર્ચા કરવા સરકાર તૈયાર છે. કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડિઝલ પર એક્સાઈઝ ડ્યૂટી વસૂલ કરે છે અને રાજ્યો વેટ વસૂલ કરે છે .