આજના ડિજિટલ યુગમાં ડેટા ખૂબા જ અગત્ય નો ભાગ ભજવે છે. વિવિધ ક્ષેત્રની હરિફાઈમાં ટકી રહેવા ‘ડેટા’ જ સર્વસ્વ છે.આજના ડિજિટલ યુગમાં વિદ્યાર્થી વર્ગ માટે ડેટા ઈઝ ધ કિંગ. ડિજિટલ યુગમાં જેમ વર્ક મેનેજમેન્ટ, બિઝનેશ મેનેજમેન્ટ માટે નિષ્ણાંતોની જરૂરિયાત છે તેમ ડેટા મેનેજમેન્ટ માટે પણ નિષ્ણાંતોની જરૂરિયાત છે.કોઈ પણ ક્ષેત્રમાં વિકાસ માટે ડેટાનું પૃથ્થકરણ અને વર્ગીકરણ જરૂરી બન્યું છે. ડેટા ની જરૂરિયાત ને લઈ ને વિદ્યાર્થીવર્ગને માટે ભાવિ રોજગારી ની ઊજળી તક પૂરી પાડે છે.