શિક્ષણ મંત્રાલયની નેશનલ ટેસ્ટીંગ એજન્સી (એનટીએ) એ જાહેરાત કરી છે કે મેડીકલ ક્ષેત્રે પ્રવેશ માટે લેવાતી ‘નીટ'( ધી નેશનલ એલિજીબીલીટી કમ એન્ટ્રેન્સ ટેસ્ટ ) પરીક્ષા ૧ ઓગષ્ટે લેવામાં આવશે. એમબીબીએસ, બીડીએસ, બીએએમએસ, બીયુએમએસ તેમજ બીએચએમએસમાં પ્રવેશ માટે આ ટેસ્ટ લેવાય છે. આ ટેસ્ટ ૧૧ પ્રાદેશીક ભાષામાં પેન અને પેપરના મોડમાં લેવાશે. નીટની પરીક્ષા માટેના ફોર્મ ભરવા ના સમયે યોગ્યતા, રીઝર્વેશન, સિલેબસ, રીઝર્વેશન, સીટની કેટેગરી, પરીક્ષાના કેન્દ્રો, પરીક્ષા ફી, રાજય કોડ વગેરે ટુંક સમયમાં જાહેર કરાશે.