ગુજરાત માં ચૂંટણી બાદ કોરોના કેસ માં ખૂબ જ વધારો જોવા મળ્યો છે. વિદેશથી આવતા લોકોમાં પણ કોરોનાના નવા સ્ટ્રેઈનના લક્ષણ મળી રહ્યા છે ત્યારે સુરત બાદ હવે ગુજરાતના કલોલમાં પણ બે દર્દીમાં નવા કોરોના સ્ટ્રેઇન દેખાયા છે. બંને દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે .બંને દર્દીઓ વિદેશ થી પરત આવ્યા હતા. રોજ કોરોનાના હજારો પોઝીટીવ કેસ આવી રહ્યા છે.