બ્રહ્માકુમારી ઇશ્વરીય યુનિવર્સિટીના વડા રાજ્યયોગિની દાદી હૃદયમોહિની નું નિધન થયું . તેમની ઉમર ૯૩ વર્ષ ની હતી. મુંબઇની સૈફી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં. તેમનો મૃતદેહને બ્રહ્માકુમારીના આબુ રોડ સ્થિત આંતરરાષ્ટ્રીય મુખ્યાલય શાંતીવાન લાવવામાં આવશે . તેમના પાર્થિવ દેહને ૧૨ અંતિમ દર્શન માટે શાંતિવન ખાતે રાખવામાં આવશે. ૧૩ માર્ચના રોજ સવારે માઉન્ટ આબુના જ્ઞાન સરોવર એકેડમી ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.મુખ્ય પ્રધાન ભુપેશ બધેલ અને છત્તીસગઢના રાજ્યપાલ અનુસુઇયા ઉઇકે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ પાઠવી છે . તેમના નિધન ના સમાચાર થી ભારત સહિત વિશ્વના 140 દેશોમાં સ્થિત સંસ્થાના સેવા કેન્દ્રો પર શોકનું મોજુ ફરી વળ્યું હતું.