સમગ્ર દેશ માં જ્યારે કોરોના એ ફરી પોતાનું તાંડવ શરૂ કરી દિધૂ છે ત્યારે ગુજરાત માં પણ કોરોના કેસ ચિંતા જનક વધવા લાગ્યા છે. ગુજરાત ના સુરત શહેર માં રેલ્વે સ્ટેશન પર વધતાં જતાં કોરોના ના કેસ ને ધ્યાન માં રાખી ને કોરોના ટેસ્ટીંગ વધારી દેવાયું છે . અહી દરરોજ ના ૧૦૦૦ કરતાં વધારે લોકો નું કોરોના ટેસ્ટીંગ થાય છે . માહારાષ્ટ્ર માં કોરોના ના કેસ વધતાં મુંબઈ તરફ થી આવતા લોકો નું ખાસ ટેસ્ટીંગ કરાય છે . ટેસ્ટિંગની વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવા છતાં મુસાફરોમાં જાગૃકતાનો અભાવ જોવા મળે છે . એવું લાગતું હતું ક લોકો પાસે ટાઈમાં જ નથી . લોકો ને પકડી પકડી ને ટેસ્ટીઇંગ કરવાનું કહેવું પડતું હતું. સોશિયલ ડિસ્ટન્સનો પણ અભાવ જોવા મળ્યો હતો.