થોડા દિવસ પહેલાઅ આયેશા નામ ની યુવતી એ દહેજ ન મામલે સાબરમતી રિવરફ્રન્ટ પર વિડિયો બનવી ને આપઘાત કરેલો. આ ઘટના થી ભલભલો મજબૂત માણસ પણ રડી પડ્યો હતો. આ આપઘાત બાદ અમદાવાદ રિવરફ્રન્ટ પોલીસે સાબરમતી રિવરફ્રન્ટ પર ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાનો નિર્ણય કર્યો છે. પોલીસે રિવરફ્રન્ટ પર થ્રી લેયર સુરક્ષાની યોજના ઘડી છે. નદીમાં કૂદતી કોઈ પણ વ્યક્તિને બચાવવા માટે સ્પીડબોટ, રિવર ફ્રન્ટના વોક વે પર ૧૫ સ્કૂટર અને ૨ ગોલ્ફ કાર્ટથી મહિલા પોલીસ ૨૪ કલાક પેટ્રોલિંગ કરશે . રિવરફ્રન્ટ ના ૧૩ કિમીના રસ્તે બંને બાજુ દર સવા કિમીના અંતરે ૧ પોલીસ ચોકી એમ કુલ ૨૦ ચોકી બનાવશે. રિવરફ્રન્ટ ની બંને બાજુ ૨૫૦ કરતાં વધુ ફેસ સ્કેનિંગવાળા સીસીટીવી કેમેરા લગાવાશે જેેેેેથી કોઇ વ્યક્તિનો ફોટો કંટ્રોલ રૂમની મોનિટરિંગ સિસ્ટમમાં નખાશે અને રિવરફ્રન્ટ ઉપર આવ્યો હશે તો તેનું લોકેશન પણ કેમેરા શોધી કાઢશે. આ સુુુુુુુરક્ષા પ્રમાણે પોલીસને ૨ વધુુ સ્પીડ બોટ તરવૈયાઓની સાથે આપવા માં આવશેેે. અમદાવાદ શહેર ની તમામ ટેક્સી – કેબ તેમજ રિક્ષાઓ ઉપર પોલીસ કયુઆર કોડ મૂકશે જેેેેનો રેકોર્ડ પોલીસ કંટ્રોલ રૂમ પાસે રહેશે. આ ઉપરાંંત અમદાવાદ પોલીસ એક વેબસાઈટ લોન્ચ કરશે અને તે વેબસાઈટ મહિલાઓ એ પોતાના મોબાઈલમાં ઈન્સ્ટોલ કરવાની રહેશે. જ્યારે પણ મહિલા કેબ, પેસેન્જર ટેક્સી કેે રિક્ષા માંં બેસે તે પહેલાં મોબાઈલ ફોનમાં કયુઆર કોડ સ્કેન કરશે , જેેેેેેથી તે કયા વાહનમાં અને ક્યાં મુસાફરી કરી રહી છે , તેની જાણ પોલીસ કંટ્રોલ રૂમમાં થશે.