અમદાવાદ ના સાબરમતી રીવરફ્રન્ટ પર સૌ પ્રથમ વખત ફૂટ ઓવરબ્રિજ બનશે. એલિસબ્રિજ અને સરદારબ્રિજ વચ્ચે 74 કરોડનાં ખર્ચે બનાવવામાં આવશે. AMC-SRFDCL બોર્ડ દ્વારા આ ફૂટબ્રિજને મંજૂરી આપી દેવામાં આવી છે. જેનું કામ 18 મહિનામાં પૂર્ણ થઇ જશે.
સાબરમતી રિવરફ્રન્ટે અમદાવાદની શાન તો વધારી જ દીધી છે પણ હવે સાબરમતી રિવરફ્રન્ટ પર ફૂટ ઓવરબ્રિજ બનાવવા જઈ રહ્યું છે. જે નદીના પૂર્વ અને પશ્ચિમ કાંઠાને જોડશે. આ સ્ટીલના ઓવરબ્રિજની ડિઝાઈન પર સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL)એ મંજૂરીની મહોર મારી દીધી છે.સ્ટીલના ઓવરબ્રિજમાં પણ પતંગની થીમ જોવા મળશે. ઓવરબ્રિજમાં સ્ટીલ અને ગ્લાસનું કોમ્બિનેશન હશે. બ્રિજ ચારે બાજુથી ઘેરાયેલો અને સુરક્ષિત હશે. લેન્થ: 300 મીટર, પહોળાઇ: 10થી 14 મીટર, આ બ્રિજનું કામ 18 મહિનામાં પૂર્ણ થઇ જશે. આ બ્રીજ એલિસબ્રિજ અને સરદારબ્રિજ વચ્ચે 74 કરોડનાં ખર્ચે બનાવવામાં આવશે.