ગત રવિવારે ગુજરાત રાજ્યની ૩૧ જીલ્લા પંચાયત, ૮૧ નગરપાલિકા અને ૨૩૧ તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી. જેની મતગણતરી તા. ૨ માર્ચે એટલે કે આજે હાથ ધરવામાં આવી છે. આ પરિણામ ની શરૂૂૂૂઆત માં જ વિજયપ્રવાહ ભાજપ તરફ જોવા મળ્યો છે. મળતી માહિતી પ્રમાણે તાલુકાપંચાયતની ચૂંટણીમાં ૯.૩૦ વાગ્યા સુધીમાં ૫૧ સીટો ભાજપની અને ૭ સીટો પર કોંગ્રેસ હતુ.હવે પરિણામ ને અંતે ભાજપે વિજય મેેેળવીને પોતાનો દબદબો જાળવી રાખ્યો છે જ્યારે કોંગ્રેસ નો કારમો પરાજય થયો છેેે. સુુુુત્રો તરફ્થી મળતી માહિતી અનુસાર કોંગ્રેસના પરાજય બાદ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા તથા વિપક્ષના નેતા પરેશ ધાનાણી સાંજ સુધીમાં પોતાનું રાજીનામું આપશે એવી શક્યતા જણાય આવે છેેે..