વહેલી સવારે ૪.૩૫ વાગ્યે સુરતમાં ૩.૧ ની તીવ્રતાના ભુકંપના આંચકા અનુભવાયા હતા. કોઇ પણ જાનહાની નોંધાઈ ન હતી. છેલ્લા ૧૫ દિવસમાં ગુજરાતમાં ૩૨ જેટલા ભૂકંપના આંચકા નો અનુુુુુભવ થઇ રહ્યો છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ સુરતથી૨૯ કિમી દૂર નોંધાયું છે. અચાનક આવેલા ભૂકંપના આંચકાને કારણે બિલ્ડીંગમાં રહેતા કેટલાક લોકો ગભરાઇ ને જાહેર રસ્તા ઉપર આવી ગયા હતા. કોઈપણ સ્થળે જાનહાનિના કે અન્ય કોઈ બનાવો ન જણાતા લોકોએ રાહત અનુભવી હતી.