દિવાળીના સમયની મીઠાઈ વેચતા પકડાયો રાજકોટનો આ ફેમસ ડેરી વાળો

બહારની ખાણીપીણીનો શોખ ધરાવતા લોકો માટે રોજેરોજ આંખ ઉઘાડે તેવા કિસ્સા સામે આવી રહ્યાં છે. ભેળસેળ અને અખાદ્ય એવો ખોરાક ગ્રાહકને પધરાવી દેવાય છે, અને લોકો પણ કોઈ ચકાસણી વગર તે ખાતા હોય છે. ત્યારે રાજકોટમાં મોટી માત્રામાં અખાદ્ય ખોરાકનો જથ્થો મળી આવ્યો છે. આરોગ્ય અધિકારીઓએ રેડ પાડીને એવો અખાદ્ય ખોરાક ઝડપ્યો હતો, જેને ખાનાર વ્યક્તિ આસાનીથી બીમાર પડી શકે.

રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ખોડિયાર ડેરીના પ્રોડકશન અને કોલ્ડ સ્ટોરેજ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં મોટા પ્રમાણમાં અખાદ્ય જથ્થો મળી આવ્યો હતો. અંદાજે 7 લાખથી વધુની કિંમતનો અખાદ્ય જથ્થો ઝડપાયો હતો. આરોગ્ય વિભાગે 4700 કિલો અખાદ્ય જથ્થો જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. જેમાં શ્રીખંડ, મલાઈ, માવા સહિત કટેલીક મીઠાઈઓ સામેલ છે. આ વસ્તુઓ એટલા હદે અખાદ્ય હતી કે, ખાનાર વ્યક્તિ આસાનીથી બીમાર પડી શકે.

રાજકોટની ફેમસ ડેરીમાં રેડ, શ્રીખં-મીઠાઈ પર ફૂગ, માવો પણ દિવાળી સમયનો

આરોગ્ય અધિકારી ડો.પી.પી.રાઠોડે જણાવ્યું કે, ઉનાળાની સીઝનમાં રોગચાળાનાં અટકાયતી પગલા માટે હાલ સઘન ફૂડ ચેકીંગ ઝુ઼ંબેશ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત આજે સવારે સંતકબીર રોડ પર છેલ્લા બે વર્ષથી ખોડીયાર ડેરીનો ધંધો કરતા મીઠાઇના ઉત્પાદન તથા કોલ્ડ સ્ટોરેજમાં ચેકિંગ કરાયું હતું.

આ ચેકીંગ દરમિયાન ઉત્પાદન કેન્દ્રનું સ્થળ બીનઆરોગ્યપ્રદશ કાજુકતરી ભંગાર ટેબલ પર વેસ્ટના રૂમમાં રાખવામાં આવી મીઠો માવો બનાવી ઉપર ચાદર ઢાંકેલી હતી. ઉપયોગમાં લેવાતા વાસણો બિન આરોગ્યપ્રદ હતા. મલાઇનો ખુબ મોટો જથ્થો સંગ્રહ કરેલો હતો, જેમાં ફુગ થઇ ગઈ હતી. ઉત્પાદન કેન્દ્રમાં ઉંદર તથા અન્ય જીવાત જોવા મળી હતી. દરેક જગ્યાએ બિનજરૂરી વેસ્ટ/ ભંગારની તથા ખાદ્યસામગ્રી સાથે રાખી હતી. આ ઉપરાંત કોલ્ડ સ્ટોરેજમાં 1600 કિલોનો મીઠો માવો છ માસથી વધારે જુનો તથા ફૂગ થઇ ગયેલો હતો. દૂધનો 16 કિલોનો હલવો પણ બિનઆરોગ્યપ્રદ સ્થિતિમાં હતો, જે અંદાજે દિવાળી વખતનો ચાર માસ જુનો હોવાનું લાગતું હતું. શ્રીખંડ પણ હલકી ગુણવત્તાવાળો અને કેમિકલ કલરવાળો હતો. ત્યાં બગડી ગયેલી મીઠાઈઓ પણ રાખવામાં આવી હતી.

આમ આરોગ્ય વિભાગ દ્વારા બિનઆરોગ્યપ્રદ બગડી ગયેલ અને હાનિકારક એવી અંદાજે ૭ લાખથી વધારે મીઠાઇનો નાશ કર્યો હતો. આ અંગે ડેરીને બિનઆરોગય પ્રદ સ્થિતિ તથા લાઇસન્સ ન હોવા અંગે નોટિસ આપવામાં આવી છે. અહીં જે કેસર શ્રીખંડ, બંગાળી મીઠાઇ સહિતના બિનઆરોગ્યપ્રદ જથ્થો હતો, તે ખાવાથી ઝાડા-ઉલ્ટી, ફૂડ પોઇઝનિંગ, કોલેરા, મરડો તથા ટાઇફોડ જેવી બિમારી થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *